એવું બ્રાઉઝર પસંદ કરો જે તમને પ્રાધાન્ય આપે, નહીં કે તેમના અંગત લાભને.
ડિફોલ્ટ બ્રાઉઝરને જ ચલાવી ન લેશો. જ્યારે તમે Firefox પસંદ કરો છો, તમે બિન-લાભકારી Mozilla Foundationનું સમર્થન કરવાની સાથે તમારા ડેટાનું પણ રક્ષણ કરો છો, જેનું ધ્યેય એવા બહેતર ઇન્ટરનેટનું નિર્માણ કરવાનું છે જે દરેક માટે, દરેક જગ્યાએ સલામત અને સુલભ હોય.
એવા કરોડો લોકો સાથે જોડાઓ જેઓ Firefoxનો ઉપયોગ કરીને મહત્ત્વપૂર્ણ વસ્તુનું રક્ષણ કરવાનું પસંદ કરે છે, એક એવું વેબ બ્રાઉઝર જે ઝડપી, ખાનગી અને સલામત રહેવા માટે બનાવવામાં આવ્યું છે.
ઝડપી. ખાનગી. સલામત.
Firefox બ્રાઉઝર તમારા પેજને વીજળી જેટલી ઝડપથી લોડ કરે છે અને સહેલાઈથી ગોપનીયતા સુરક્ષા પૂરી પાડે છે. સંપૂર્ણ કૂકી રક્ષણ કંપનીઓને વિવિધ સાઇટ્સ પર તમારી વેબ ગતિવિધિને ટ્રેક કરવા માટે કૂકીનો ઉપયોગ કરવાથી અટકાવે છે, જે તમને મનની શાંતિ અને તમારા અંગત ડેટા પર નિયંત્રણ પ્રદાન કરે છે.
તમે જ્યાંથી છોડ્યું હતું, ત્યાંથી જ શરૂ કરો
તમારા કમ્પ્યુટર પર બ્રાઉઝ કરો, પછી બિલકુલ પરેશાની વગર તમારા ફોનમાં Firefox પર સ્વિચ કરો. તમારા વિવિધ ડિવાઇસ પર Firefox સાથે, તમે હંમેશા તમારા પાસવર્ડ્સ, બુકમાર્ક્સ અને ટૅબને ઍક્સેસ કરી શકો છો.
તમારા પાસવર્ડ તમારી સાથે રાખો, દરેક જગ્યાએ
Firefoxની અંદર જ નિર્મિત ફ્રી પાસવર્ડ મેનેજર સાથે, તમે તમારા બધા જ ડિવાઇસ પર વિવિધ સાઇટ્સમાં સરળતાથી લૉગ ઇન કરી શકો છો. Firefox પાસવર્ડ મેનેજર સુરક્ષિત રીતે તમારા લૉગ ઇનને સ્ટોર કરે છે, આપમેળે યુઝરનેમ અને પાસવર્ડ ભરી દે છે અને જ્યારે તમે નવું એકાઉન્ટ બનાવો ત્યારે મજબૂત પાસવર્ડ સૂચવે છે.
એકદમ સરળતાથી PDFમાં ફેરફારો કરો
Firefoxના ફ્રી PDF એડિટર સાથે PDF જુઓ, પ્રિન્ટ કરો અને તેમાં ફેરફારો કરો. Firefoxમાંથી જ PDF દસ્તાવેજોમાં લખાણ ઉમેરો, સહી કરો અને હાઇલાઇટ કરો.
મલ્ટી-ટાસ્કિંગ કરવાનું બન્યું સરળ
પિક્ચર-ઇન-પિક્ચર સાથે, તમે વીડિયોને તમારી સ્ક્રીન સાથે પિન થઈ જાય તેવી એક અલગ, નાની મોટી કરી શકાય તેવી વિન્ડોમાં બહાર લઈ શકો છો, જેથી તમે અન્ય વેબસાઇટ પર તમારા બિઝનેસ પર ધ્યાન આપી શકો અથવા Firefoxની બહાર પણ કોઈ અન્ય કાર્ય કરી શકો.
એવી રીતે બ્રાઉઝ કરો, જેના પર કોઈની નજર ન હોય
જ્યારે તમે ખાનગી મોડમાં બ્રાઉઝ કરો છો, તમે બધાથી ગુપ્ત રહો છો. Firefox તૃતીય-પક્ષ કૂકીઝ અને કન્ટેન્ટ ટ્રેકર્સ તરફથી તમારું રક્ષણ કરે છે અને જ્યારે તમે બધી જ ખાનગી વિન્ડો બંધ કરો ત્યારે તમારા શોધ અને બ્રાઉઝિંગ ઇતિહાસને સાફ કરી દે છે.
વાસ્તવિક-સમયમાં જ વેબપેજનો ખાનગી રૂપે અનુવાદ કરો
જ્યારે અન્ય બ્રાઉઝરો વેબપેજનો અનુવાદ કરવા માટે ક્લાઉડ સેવાઓ પર નિર્ભર રહે છે, Firefox અનુવાદો તમે કયા વેબપેજ અનુવાદિત કરો છો તેને રેકોર્ડ કર્યા વગર જ ઓફલાઇન કરવામાં આવે છે.
મહત્ત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો
રીડર વ્યૂ બટન, જાહેરાતો, બૅકગ્રાઉન્ડ ઇમેજ અને વીડિયો જેવા વિક્ષેપોને એકદમ સહજ રીતે દૂર કરે છે અને સાથે જ તમારી વાંચન પસંદગીઓને અનુકૂળ બને તેવા લેઆઉટને કસ્ટમાઇઝ કરવાની સુવિધા પણ આપે છે.
તમારા બ્રાઉઝિંગ અનુભવને કસ્ટમાઇઝ કરો
Firefox ઍડ-ઓન્સ સાથે, તમે એવા એક્સટેન્શન અને થીમ એક્સ્પ્લોર કરી શકો છો જે બ્રાઉઝિંગને હજી વધુ ઝડપી, સલામત અને વધુ આનંદદાયક બનાવે. વધારાના ગોપનીયતા ટૂલ્સથી લઈને ટૅબ મેનેજર અને જાહેરાત બ્લોકર્સ સુધી, અહીં દરેક વ્યક્તિ માટેના એક્સટેન્શન ઉપલબ્ધ છે.
1998થી પહેલેથી અનુકરણ કરાતી સ્થિતિને પડકારી રહ્યાં છીએ
Mozillaએ Microsoft Edge અને Google Chrome જેવા ઇન્ટરનેટ બ્રાઉઝર્સ માટે વધુ ઝડપી અને વધુ ખાનગી વિકલ્પ તરીકે Firefoxનું નિર્માણ કર્યું. અમારી મિશનથી ચાલતી કંપની અને સ્વયંસેવી સમુદાય તમારી ગોપનીયતાને અન્ય તમામ બાબતોથી ઉપર રાખવા આગળ વધી રહ્યાં છે.