પ્રકાશિત: જુલાઈ 30, 2024
પ્રભાવી: સપ્ટેમ્બર 30, 2024
આ શરતો ("શરતો") તે Microsoft ગ્રાહક ઉત્પાદનો, વેબસાઇટ અને આ શરતોના અંતે સૂચિબદ્ધ સેવાઓનો ("સેવાઓ") ઉપયોગ અહીં (http://approjects.co.za/?big=servicesagreement#serviceslist)આવરી લે છે. સેવાઓના તમારા ઉપયોગ મારફતે, અથવા આ શરતોમાં પરિવર્તનો વિશે સૂચિત થયા પછી સેવાઓના ઉપયોગને ચાલુ રાખવા દ્વારા તમે એક Microsoft ખાતુ બનાવીને આ શરતોને સ્વીકારો છો.
1. તમારી ગોપનીયતા. અમારા માટે તમારી ગોપનીયતા મહત્વપૂર્ણ છે. કૃપયા Microsoft ગોપનીયતા વિધાન (https://go.microsoft.com/fwlink/?LinkId=521839) ("ગોપનીયતા વિધાન") વાંચો, કારણ કે તે તમારા અને તમારા ડિવાઇસેસ પરના કયા પ્રકારના ડેટા અમે એકત્રિત કરીએ છીએ ("ડેટા"), અમે તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને તમારા ડેટાની પ્રક્રિયા કરવા માટે અમારી પાસે જે કાનૂની આધાર છે તેનું વર્ણન કરે છે. ગોપનીયતાનો બયાન એ પણ વર્ણવે છે કે Microsoft તમારી સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરે છે, જે અન્ય લોકો સાથે તમારી વાતચીત હોય છે; જેમાં સેવાઓ દ્વારા Microsoft ને તમારા દ્વારા મોકલવામાં આવેલ પોસ્ટ; અને ફાઇલો, ફોટા, ડૉક્યુમેન્ટ્સ, ઑડિયો, ડિજિટલ વર્ક્સ, લાઇવસ્ટ્રીમ્સ અને વિડિઓ જે તમે સેવાઓ દ્વારા અપલોડ, સંગ્રહ, બ્રોડકાસ્ટ, સર્જન, જનરેટ અથવા શેર કરો છો, અથવા ઇનપુટ્સ કે જે તમે ("તમારી સામગ્રી") સામગ્રી બનાવવા માટે મોકલો છો તેનો સમાવેશ થાય છે. પ્રક્રિયા સંમતિ આધારિત અને કાયદા દ્વારા આપવામાં આવેલ પરવાનગીની મહત્તમ હદ સુધી છે તેથી, આ શરતો સાથે સંમત થઈને, તમે ગોપનીયતા વિધાનમાં વર્ણવ્યા મુજબ Microsoft ને તમારી સામગ્રી અને ડેટાનો સંગ્રહ, ઉપયોગ અને જાહેર કરવાની સંમતિ આપો છો. કેટલાક કિસ્સાઓમાં, અમે અલગ સૂચના પ્રદાન કરીશું અને ગોપનીયતા વિધાનમાં સંદર્ભિત કરેલ મુજબ તમારી સંમતિની વિનંતી કરીશું.
2. તમારી સામગ્રી. અમારી ઘણી સેવાઓ તમને તમારી સામગ્રી બનાવવા, સંગ્રહ કરવા અથવા શેર કરવાની અથવા અન્ય લોકો પાસેથી સામગ્રી પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે. અમે તમારી સામગ્રીની માલિકીનો દાવો કરતા નથી. તમારી સામગ્રી તમારી જ રહે છે અને તેના માટે તમે જવાબદાર છો.
3. આચાર સંહિતા. સેવાઓનો ઉપયોગ કરતી વખતે તમારા આચરણ અને સામગ્રી માટે તમે પોતે જવાબદાર છો.
4. સેવાઓ અને સમર્થનનો ઉપયોગ કરવો.
5. તૃતીય પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓનો ઉપયોગ કરવો. સેવાઓ તમને સ્વતંત્ર તૃતીય પક્ષોનાં (કંપનીઓ અથવા લોકો જે Microsoft નથી) ("તૃતીય-પક્ષ એપ્લિકેશનો અને સેવાઓ") ઉત્પાદનો, સેવાઓ, વેબસાઇટો, લિંક, સામગ્રી, વસ્તુ, રમતો, ક્ષમતાઓ, એકત્રીકરણ, બોટ્સ અથવા એપ્લિકેશનોને ઍક્સેસ અથવા પ્રાપ્ત કરવાની પરવાનગી આપી શકે છે. ફોર્મેટ કરેલ સ્ત્રોત અમારી ઘણી સેવાઓ તમને તૃતીય-પક્ષ એપ્સ અને સેવાઓ શોધવા, વિનંતી કરવામાં અથવા તેમની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવામાં પણ મદદ કરે છે અને તમને આવી તૃતીય-પક્ષ એપ્સ અને સેવાઓ સાથે તમારી સામગ્રી અથવા ડેટા શેર કરવા દઈ શકે છે અથવા તેની જરૂર પડી શકે છે અને તમે સમજો છો કે અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમે તૃતીય-પક્ષ એપ્સ અને સેવાઓ તમારા માટે ઉપલબ્ધ કરાવવા માટે તમે તેમને નિર્દેશિત કરી રહ્યાં છો. તૃતીય-પક્ષ એપ્સ અને સેવાઓ તમને તમારી સામગ્રી અથવા ડેટાને તૃતીય-પક્ષ એપ્સ અને સેવાઓના પ્રકાશક, પ્રદાતા અથવા ઑપરેટર સાથે સંગ્રહિત કરવા દઈ શકે છે અથવા તેની જરૂર પડી શકે છે. તૃતીય-પક્ષ એપ્સ અને સેવાઓ તમને ગોપનીયતા નીતિ સાથે પ્રસ્તુત કરી શકે છે અથવા તૃતીય-પક્ષ એપ અથવા સેવાને ઇન્સ્ટોલ કરી અથવા ઉપયોગ કરી શકો તે પહેલાં તમારે તેમની શરતો સ્વીકારવાની જરૂર છે. Microsoft અથવા તેના સહયોગીઓ (Office Store, Xbox પર Microsoft Store અને Windows પર Microsoft Store નો સમાવેશ થાય છે, પરંતુ એટલે સુધી મર્યાદિત નથી) ની માલિકીના અથવા દ્વારા સંચાલિત કેટલાક સ્ટોર્સ દ્વારા પ્રાપ્ત એપ્લિકેશન્સ માટે વધારાની શરતો માટે સેક્શન 13.b જુઓ. તમારે કોઈપણ તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ મેળવતાં પહેલાં, ઉપયોગ કરતા પહેલાં, વિનંતી કરતા પહેલા અથવા તમારા Microsoft અકાઉન્ટને લિંક કરતા પહેલાં તમારે તૃતીય-પક્ષના નિયમો અને ગોપનીયતા નીતિઓની સમીક્ષા કરવી જોઈએ. કોઈપણ તૃતીય-પક્ષ શરતો આ શરતોને સંશોધિત કરતી નથી. Microsoft, તમને કોઈપણ તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓના ભાગ તરીકે કોઈપણ બૌદ્ધિક સંપદાનું લાઇસન્સ આપતું નથી. તમે આ તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓના તમારા ઉપયોગથી ઉદ્ભવતાં બધા જોખમ અને જવાબદારીને માનવા માટે સંમત છો અને એ કે તમારા દ્વારા તેમના ઉપયોગથી ઉદ્ભવતી કોઈપણ સમસ્યાઓ માટે Microsoft જવાબદાર નથી. કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન્સ અને સેવાઓ દ્વારા પ્રદાન કરેલ માહિતી અથવા સેવાઓ માટે Microsoft જવાબદાર નથી અથવા તમારા પ્રતિ માહિતગાર નથી.
6. સેવા ઉપલબ્ધતા.
7. સેવાઓ અથવા સૉફ્ટવેરમાં અપડેટ્સ અને આ શરતોમાં પરિવર્તનો.
8. સૉફ્ટવેર લાઇસન્સ. અલગ Microsoft લાઇસન્સ કરાર સાથે સંલગ્ન નહીં હોય (ઉદાહરણ તરીકે, જો તમે એવી Microsoft એપ્લિકેશનનો ઉપયોગ કરો છો જે Windows સાથે સમાવિષ્ટ છે અને તેનો ભાગ છે, તો Windows ઑપરેટિંગ સિસ્ટમ માટેની Microsoft સૉફ્ટવેર લાઇસન્સની શરતો આવા સૉફ્ટવેરનું સંચાલન કરે છે), તો સેવાઓના ભાગ રૂપે અમે તમને પ્રદાન કરેલ કોઈ પણ સૉફ્ટવેર આ નિયમોને આધીન છે. Microsoft અથવા તેનાથી જોડાયેલ માલિકીના અથવા તેમના દ્વારા સંચાલિત અમુક સ્ટોર્સ દ્વારા પ્રાપ્ત એપ્લિકેશન્સ (જેમાં Office Store, Windows પર Microsoft Store અને Xbox પર Microsoft Store નો સમાવેશ થાય છે, પરંતુ એટલે સુધી મર્યાદિત નથી તે) નીચે મુજબ સેક્શન 13.b.i ને આધિન છે.
9. ચૂકવણીની શરતો. જો તમે કોઈ સેવા ખરીદો છો, તો પછી આ ચૂકવણી શરતો તમારી ખરીદી પર લાગુ થાય છે અને તમે તેમનાથી સંમત થાઓ છો.
10. કરાર કરનાર એન્ટિટી, કાયદાની પસંદગી અને વિવાદો હલ કરવાનું સ્થાન. જો તમે યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકાની બહાર રહેતા હોવ તો, તમારા નિ:શુલ્ક અને ચુકવણી કરેલ ગ્રાહક Skype-બ્રાન્ડેડ સેવાઓના ઉપયોગ માટે, તમે કરાર કરી રહ્યાં છો અને નીચે અન્યથા ઉલ્લેખિત હોય તે સિવાય આ શરતોમાં "Microsoft" ના તમામ સંદર્ભોનો અર્થ Skype Communications S.à.r.l, 23 – 29 Rives de Clausen, L-2165 Luxembourg તરીકે થશે. ફ્રી અથવા ચૂકવણી વાળી ગ્રાહક માટેની Skype-બ્રાન્ડેડ સેવાઓ માટે, જો તમે યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકાથી બહાર રહો છો, તો કાયદાના સિદ્ધાંતોમાં સંઘર્ષને ધ્યાનમાં લીધા વગર, લક્ઝમબર્ગનો કાયદો આ શરતોના અર્થઘટન અને તેમના ભંગ માટેના દાવાઓને નિયંત્રિત કરશે. બાકી અન્ય દાવાનું સંચાલન (ગ્રાહક સંરક્ષણ, ગેરવાજબી સ્પર્ધા અને અપકૃત્યના દાવા સહિત) તમે જે પ્રાંત કે દેશમાં નિવાસ કરો છે ત્યાંના કાયદા કરે છે. જો તમે યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકાથી બહાર રહો છો, તો ગ્રાહક માટેની Skype-બ્રાન્ડેડ સેવાઓથી સંબંધિત અથવા તેમાંથી ઉદ્દભવતા તમામ વિવાદો માટે, તમે અને અમે અનિવાર્યપણે લક્ઝમબર્ગ કોર્ટ્સના એકમાત્ર અધિકારક્ષેત્ર અને સ્થળથી સંમત છીએં. અન્ય બધી સેવાઓ માટે, તમે જેની સાથે કરાર કરી રહ્યા છો તે એકમ, લાગુ પડતા નિયમો, અને વિવાદોને ઉકેલવા માટેના સ્થાન નીચે મુજબ રહેશે:
તમારા સ્થાનિક ઉપભોક્તા કાયદાને તમને આ શરતો સિવાય બીજા મંચમાં વિવાદોને હલ કરવા માટે કેટલાક સ્થાનિક કાયદાની અથવા તમને અધિકાર આપવાની જરૂર પડી શકે છે. જો એમ હોય, તો અનુભાગ 10 માં કાયદાની પસંદગી અને ચર્ચા મંચની જોગવાઈઓ તમારા સ્થાનિક ઉપભોક્તા કાયદા જેટલી મંજૂરી આપે તેટલા લાગુ થાય છે.
11. વૉરંટીઝ.
તમે માલસામાન સાથેની મોટી નિષ્ફળતાઓ માટે રિફંડ અથવા રિપ્લેસમેન્ટ પસંદ કરવા માટે પણ હકદાર છો. જો માલસામાન અથવા સેવા સાથેની નિષ્ફળતા કોઈ મોટી નિષ્ફળતાની નથી, તો તમે નિષ્ફળતાનો વાજબી સમયમાં સુધારો મેળવવા માટે હકદાર છો. જો આમ કરવામાં ન આવે તો તમે માલસામાન માટે રિફંડ મેળવવા અને સેવા માટેના કરારને રદ કરવા અને કોઈપણ નહીં વપરાયેલ ભાગનો રિફંડ મેળવવા માટે હકદાર છો. માલસામાન અથવા સેવામાં નિષ્ફળતાથી કોઈપણ અન્ય આગામી વ્યાજબી નુકસાન અથવા ક્ષતિ માટે પણ તમે વળતર મેળવવા હકદાર છો.
12. જવાબદારીની મર્યાદા.
13. સેવા-વિશેષ શરતો. અનુભાગ 13 પહેલાં અને પછીની શરતો સામાન્ય રીતે બધી સેવાઓ પર લાગુ થાય છે. આ અનુભાગમાં સેવા-વિશેષ શરતો સામેલ છે કે જે સામાન્ય શરતો ઉપરાંતની છે. જો સામાન્ય શરતો સાથે કોઈ વિરોધ હોય તો આ સેવા-વિશેષ શરતો તેને સંચાલિત કરે છે.
14. વિવિધ. આ અનુભાગો, અને અનુભાગો 1, 9 (આ શરતોની સમાપ્તિ પહેલા વસૂલવામાં આવેલી રકમ), 10, 11, 12, 15, 17 અને આ શરતોની સમાપ્તિ પછી તેમની શરતો દ્વારા લાગુ હોય તેવા આ શરતોની સમાપ્તિ અથવા રદ્દીકરણને બચાવશે. લાગુ કાયદા દ્વારા પરવાનગી પ્રાપ્ત મર્યાદા સુધી, અમે આ શરતો, આ શરત હેઠળ અમારા કર્તવ્યોનો પેટાકરાર અથવા આ શરતો હેઠળ અમારા અધિકારોનું પેટાલાઇસન્સ, સંપૂર્ણ અથવા ભાગમાં, તમને સૂચના આપ્યાં વિના કોઈપણ સમયે સોંપી શકીએ છીએ. તમે આ શરતોની સોંપણી કે સેવાઓના ઉપયોગના અધિકારોને સ્થાનાંતરિત કરી શકશો નહીં. આ સેવાઓના તમારા ઉપયોગ માટે તમારી અને Microsoft ની વચ્ચે સંપૂર્ણ કરાર છે. તે સેવાઓના તમારા ઉપયોગથી સંબંધિત તમારી અને Microsoft ની વચ્ચે પહેલાના કોઈપણ કરારોને દૂર કરે છે. આ શરતોમાં દાખલ થઈને, તમે આ શરતોમાં સ્પષ્ટ રૂપે સ્થાપિત સિવાયના કોઈપણ વિધાનો, પ્રસ્તુતિ, બાંયધરી, સમજ, વચન અથવા ચોક્કસતા પર વિશ્વાસ કરતા નથી. આ શરતોના બધા ભાગો સંબંધિત કાયદા દ્વારા મંજૂરી આપેલ મહત્તમ સીમા સુધી લાગુ થાય છે. જો અદાલત કે મધ્યસ્થિઓ રોકે છે, તો લેખિત મુજબ અમે આ શરતોના ભાગને લાગુ કરી શકતા નથી, અમે તે શરતોને સંબંધિત કાયદા હેઠળ લાગુ કરવા યોગ્ય સીમા સુધી તેના જેવી શરતો સાથે બદલી શકીએ છીએ, પરંતુ આ બાકીની શરતો બદલાશે નહીં. આ શરતો એકમાત્ર તમારા અને અમારા લાભ માટે જ છે. આ શરતો Microsoft ના ઉત્તરાધિકારીઓ અને નિમણૂકો સિવાય, કોઈ અન્ય વ્યક્તિના લાભ માટે નથી. અનુભાગ મથાળા ફક્ર્ત સંદર્ભ માટે જ છે અને કોઈ કાનૂની પ્રભાવ ધરાવતા નથી.
15. દાવો એક વર્ષની અંદર નોંધાવી દેવો આવશ્યક છે. આ શરતો અથવા સેવાઓથી સંબંધિત (અથવા આર્બિટ્રેશન જો કલમ 10.d લાગુ પડે છે) તમે પ્રથમ દાવો કરી શકો તે તારીખના એક વર્ષની અંદર, જ્યાં સુધી તમારા સ્થાનિક કાયદામાં દાવા ફાઇલ કરવા માટે લાંબા સમયની જરૂર ન હોય ત્યાં સુધી કોઈપણ દાવો કોર્ટમાં દાખલ કરવો આવશ્યક છે. જો તે સમય દરમ્યાનમાં નોંધાવામાં ન આવે, તો તેને કાયમી ધોરણે અવરોધિત કરવામાં આવશે.xx
16. નિકાસના કાયદા. તમારે સૉફ્ટવેર અને/અથવા સેવાઓ પર લાગુ થતા બધા રાષ્ટ્ર્રીય અને આંતર રાષ્ટ્રીય નિકાસ કાયદાનું પાલન કરવું આવશ્યક છે, જેમાં ગંતવ્યો, એન્ડ યુઝર્સ અને એન્ડ યુઝ અંગે પ્રતિબંધોનો સમાવેશ છે. ભૌગોલિક અને નિકાસ પ્રતિબંધો વિષે વધુ માહિતી માટે, http://approjects.co.za/?big=exporting ની મુલાકાત લો.
17. અધિકારો અને પ્રતિક્રિયાનું આરક્ષણ. આ શરતોમાં સ્પષ્ટરૂપે બતાવેલ સિવાય, Microsoft તમને લાઇસન્સ અથવા કોઈપણ નામ, વ્યવસાયની ડ્રેસ, લોગો કે સમાન વસ્તુઓ સહિત, પરંતુ ત્યાં સુધી મર્યાદિત નહીં, Microsoft અથવા તેની કોઈપણ સંબંધિત એન્ટિટીની માલિકીવાળા અથવા તેમના દ્વારા નિયંત્રિત કરેલ કોઈપણ પેટન્ટ, વ્યવહારુ જ્ઞાન, કૉપિરાઇટ્સ, વ્યવસાય રહસ્યો, ટ્રેડમાર્ક્સ અથવા અન્ય બૌદ્ધિક સંપદા હેઠળ કોઈપણ પ્રકારનાં અન્ય કોઈપણ અધિકારો આપતું નથી. જો તમે Microsoft ને વિના મર્યાદાએ નવા ઉત્પાદનો, તકનીકો, પ્રચારો, ઉત્પાદનના નામો, ઉત્પાદન પ્રતિક્રિયા અને ઉત્પાદન સુધાર ("પ્રતિક્રિયા") વિશેના વિચારો સહિત, કોઈ પણ વિચાર, પ્રસ્તાવ, સૂચન અથવા પ્રતિક્રિયા આપો, તો તમે Microsoft ને તમને શુલ્ક, રૉયલ્ટિ આપવાનો અથવા અન્ય કોઈ પણ બંધન વિના, તમારી પ્રતિક્રિયાનાં, કોઈ પણ રીતે અને કોઈ પણ હેતુસર, વ્યુત્પન્ન કાર્યો બનાવવાનો, કોઈ પાસે બનાવડાવાનો, તેની રચના કરવાનો, તેનો ઉપયોગ કરવાનો, તેને શેર કરવાનો અને વ્યવસાયિક બનાવવાનો અધિકાર આપો છો. તમે એવી કોઈપણ પ્રતિક્રિયા આપશો નહીં કે જે તે લાઇસન્સને આધીન હોય કે જેમાં Microsoft ને, Microsoft માં તમારી પ્રતિક્રિયા સામેલ હોવાને કારણે કોઈપણ તૃતીય પક્ષ માટે તેના સોફ્ટવેર, તકનીકો, દસ્તાવેજીકરણને લાઇસન્સીકૃત કરવાની જરૂર હોય.
બૌદ્ધિક મિલકત ઉલ્લંઘનના દાવા કરવા માટે નોટિસો અને પ્રક્રિયા. Microsoft તૃતીય પક્ષોના બૌદ્ધિક મિલકત અધિકારોનો આદર કરે છે. જો તમે કૉપિરાઇટ ઉલ્લંઘનના દાવા સહિત બૌદ્ધિક સંપદાના ઉલ્લંઘનની નોટિસ મોકલવા માગતા હો, તો કૃપા કરીને ઉલ્લંઘનની નોટિસો (http://approjects.co.za/?big=en-us/legal/intellectualproperty/infringement) મોકલવા માટે અમારી કાર્યપ્રણાલીનો ઉપયોગ કરો જે પ્રક્રિયાઓ આ શરતોનો ભાગ છે. માત્ર આ પ્રક્રિયાઓ સાથે સંલગ્ન ન હોય તેવી પૂછપરછો માટે જ પ્રતિસાદ પ્રાપ્ત થશે.
કૉપિરાઇટ ઉલ્લંઘનની નોટિસનો જવાબ આપવા માટે Microsoft દ્વારા ટાઇટલ 17, યુનાઇટેડ સ્ટેટ્સ કોડ, સેક્શન 512, અને જ્યાં લાગુ પડતું હોય ત્યાં રેગ્યુલેશન (EU) 2022/2065 ના પ્રકરણ III માં નિર્ધારિત પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. યોગ્ય પરિસ્થિતિઓમાં, Microsoft પુનરાવર્તિત ઉલ્લંઘનકારો હોઈ શકતાં Microsoft સેવાઓના ઉપયોગકર્તાઓના એકાઉન્ટટ્સને પણ અક્ષમ અથવા સમાપ્ત કરી શકે છે. આ ઉપરાંત, યોગ્ય સંજોગોમાં, Microsoft દ્વારા વારંવાર પાયાવિહોણી નોટિસો રજૂ કરતી વ્યક્તિઓ અથવા સંસ્થાઓ દ્વારા અપાતી નોટિસોની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી શકે છે. આ પ્રક્રિયાઓના ભાગ રૂપે Microsoft દ્વારા લેવામાં આવતા નિર્ણયો માટે સંભવિત નિવારણ સહિત, આપેલ સેવા માટે લાગુ પડતી પ્રક્રિયાઓની વધુ સમજૂતી, ઉલ્લંઘનની સૂચનાઓ (http://approjects.co.za/?big=legal/intellectualproperty/infringement) પરથી મળી શકે છે.
બૌદ્ધિક સંપત્તિ સંબંધિત નોટિસો અને પ્રક્રિયાઓ જાહેરાતમાં દેખાય છે. અમારા જાહેરાત નેટવર્ક પર દેખાતી બૌદ્ધિક સંપત્તિ સંબંધમાં કૃપયા અમારી બૌદ્ધિક સંપત્તિ માર્ગદર્શનોની (https://go.microsoft.com/fwlink/?LinkId=243207) સમીક્ષા કરો.
કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક નોટિસ. આ સેવાઓ કૉપિરાઇટ ©Microsoft Corporation અને / અથવા તેના સપ્લાયર્સ, One Microsoft Way, Redmond, WA 98052, U.S.A. ની છે. તમામ હક અનામત. શરતોમાં Microsoft ટ્રેડમાર્ક અને બ્રાન્ડ ગાઇડલાઇન્સ (http://approjects.co.za/?big=en-us/legal/intellectualproperty/trademarks/usage/general.aspx) (સમય-સમય પર સુધારેલા) ને ભેળવે છે. Microsoft અને બધા Microsoft ઉત્પાદનોનાં નામો, લોગો અને ચિહ્નો, સોફ્ટવેર, અને સેવાઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં અને/અથવા અન્ય અધિકારક્ષેત્રોમાં Microsoft ગ્રૂપની કંપનીઓના ન નોંધાયેલ અથવા નોંધાયેલ ટ્રેડમાર્ક હોઈ શકે છે. નીચે Microsoftના ટ્રેડમાર્ક્સની http://approjects.co.za/?big=en-us/legal/intellectualproperty/trademarks/EN-US.aspx પરની બિન-વ્યાપક સૂચિ આપેલ છે. વાસ્તવિક કંપનીઓ અને ઉત્પાદનોના નામો તેમના સંબંધિત માલિકોના ટ્રેડમાર્ક્સ હોઈ શકે છે. સ્પષ્ટ રૂપે આ શરતોમાં મંજૂર ન કરેલ કોઈપણ અધિકારો આરક્ષિત છે. અમુક Microsoft વેબસાઇટ સર્વરોમાં ઉપયોગ થતાં અમુક સોફ્ટવેર સ્વતંત્ર JPEG ગ્રુપના કામ પરના ભાગ પર આધારિત છે. Copyright © 1991-1996 Thomas G. Lane. સર્વાધિકાર સુરક્ષિત. અમુક Microsoft વેબસાઇટ સર્વરોમાં ઉપયોગમાં લેવાતા "gnuplot" સૉફ્ટવેરનો કૉપિરાઇટ © 1986‑1993 Thomas Williams, Colin Kelley પાસે છે. સર્વાધિકાર સુરક્ષિત.
મેડિકલ નોટિસ. Microsoft મેડિકલ અથવા અન્ય કોઈપણ સ્વાસ્થ્ય દેખભાળ સલાહ, નિદાન અથવા સારવાર પૂરું પાડતું નથી. હંમેશા તબીબી સ્થિતિ, આહાર, તંદુરસ્તી અથવા સુખાકારી કાર્યક્રમ સંબંધિત તમને હોઈ શકતાં કોઈપણ પ્રશ્નોની તમારા ચિકિત્સક અથવા અન્ય લાયક સ્વાસ્થ્ય દેખભાળ પ્રદાતાની સલાહ લો. તમે સેવાઓ મારફતે અથવા તેના પર ઍક્સેસ કરો તે માહિતીના કારણે વ્યાવસાયિક તબીબી સલાહને ક્યારેય અવગણો નહીં અથવા તેને લેવામાં વિલંબ કરો નહીં.
સ્ટોક ક્વોટ્સ અને ઇન્ડેક્સ ડેટા (ઇન્ડેક્સ મૂલ્યો સહિત). સેવાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી નાણાકીય માહિતી માત્ર તમારા વ્યક્તિગત, બિનવ્યાવસાયિક ઉપયોગ માટે જ છે. તમે કોઈ તૃતીય-પક્ષના લાઇસન્સરના કોઈપણ નાણાકીય ડેટા અથવા નાણાકીય ગુણોનો કોઈપણ નાણાકીય સાધનો અથવા રોકાણ ઉત્પાદનો (ઉદાહરણ તરીકે, સૂચકાંકો, વ્યુત્પન્ન, સંરચિત ઉત્પાદનો, રોકાણ ભંડોળ, એક્સચેંજ-ટ્રેડેડ ફંડ્સ, ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો, વગેરે જ્યાં સાધન અથવા રોકાણ ઉત્પાદનની કિંમત, વળતર અને/અથવા પ્રદર્શન કોઈપણ નાણાકીય માહિતી પર આધારિત, સંબંધિત, અથવા ટ્રેક કરવાના ઈરાદાથી હોય) ની ફાળવણી, રચના, પ્રાયોજકતા, વેપાર, માર્કેટિંગ, અથવા પ્રચારના સંબંધમાં તૃતીય-પક્ષના લાઇસન્સર સાથે અલગ લેખિત કરાર વિના ઉપયોગ કરી શકતા નથી.
નાણાંકીય નોટિસ. Microsoft યુનાઈટેડ સ્ટેટ્સ ફેડરલ સિક્યુરિટીઝ કાયદા અથવા અન્ય ન્યાયક્ષેત્રોના સિક્યોરિટીઝ કાયદા હેઠળ એક બ્રોકર/ વેપારી અથવા નોંધાયેલ રોકાણ સલાહકાર નથી અને સિક્યુરિટીઝ અને અન્ય નાણાકીય ઉત્પાદનો અથવા સેવાઓમાં રોકાણ કરવું, ખરીદી, અથવા વેચાણ કરવાના ઓચિત્ય પ્રમાણે વ્યક્તિઓને સલાહ આપતું નથી. કોઈપણ સિક્યુરિટીને ખરીદવા અથવા વેચવા માટે સેવાઓમાં ઑફર તરીકે કંઈપણ સમાયેલ નથી. ના Microsoft અને ના સ્ટોક ક્વોટ્સ અથવા ઇન્ડેક્સ ડેટાના તેના લાયસન્સરો કોઈપણ ચોક્કસ નાણાંકીય ઉત્પાદનો અથવા સેવાઓને સમર્થન અથવા ભલામણ કરતું નથી. સેવાઓમાં કંઈપણ વિના મર્યાદાએ રોકાણ અથવા કર સલાહ સહિત, વ્યાવસાયિક સલાહ તરીકે હેતુસર નથી.
H.264/AVC અને VC-1 વીડિયો સ્ટાન્ડર્ડ્સ અંગેની નોટિસો. સૉફ્ટવેરમાં H.264/AVC અને/અથવા MPEG LA, L.L.C દ્વારા લાઇસન્સ પ્રાપ્ત VC-1 કોડેક ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે છે. આ ટેકનોલોજી વીડિયો માહિતીના ડેટા સંકુચનનું એક સ્વરૂપ છે. MPEG LA, L.L.C. માટે આ નોટિસ આવશ્યક છે:
આ ઉત્પાદન (A) ધોરણો ("વીડિયો ધોરણો") ના અનુપાલનમાં વીડિયો એન્કોડ કરવા અને/અથવાOR (B) H.264/AVC અને VC-1 વીડિયોને ડિકોડ કરવા માટે જે વ્યક્તિગત અથવા બિનધંધાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ ઉપભોક્તા દ્વારા એન્કોડ કરેલ હતો અને/અથવા આવા વીડિયા પૂરાં પાડવા માટે લાયસન્સ થયેલ વીડિયો પ્રદાતાથી મેળવેલ હતો, ઉપભોક્તાના વ્યક્તિગત અને બિનધંધાકીય ઉપયોગ માટે H.264/AVC, MPEG-4 વિઝ્યુઅલ, અને VC-1 પેટન્ટ પોર્ટફોલિયો લાયસન્સો હેઠળ લાયસન્સ કરેલ છે. કોઈપણ લાયસન્સ કોઈપણ અન્ય ઉપયોગ માટે માન્ય અથવા ગર્ભિત રહેશે નહી. વધારાની માહિતી MPEG LA, L.L.C. થી મેળવી શકાય. MPEG LA વેબસાઇટ (https://www.mpegla.com) જુઓ.
સ્પષ્ટીકરણ હેતુસર જ, આ નોટિસ (i) તૃતીય પક્ષોને સોફ્ટવેરનું પુન:વિતરણ, અથવા (ii) તૃતીય પક્ષોને વિતરણ માટે વીડિયો ધોરણો અનુવર્તી ટેકનોલોજી સાથેની સામગ્રીના નિર્માણનો, સમાવેશ ન કરતા હોય તેવા વ્યવસાયને વ્યક્તિગત હોય તેવા સામાન્ય વ્યવસાય ઉપયોગો માટેની આ શરતો હેઠળ પૂરા પાડેલ સોફ્ટવેરના ઉપયોગોને મર્યાદિત અથવા નિષિદ્ધ કરતી નથી.
H.265/HEVC વીડિયો સ્ટાન્ડર્ડ્ અંગેની નોટિસો. સોફ્ટવેરમાં H.265/HEVC કોડિંગ ટેક્નોલોજીનો સમાવેશ થઈ શકે છે. LLC એક્સેસ એડવાન્સ માટે આ નોટિસ આવશ્યક છે:
જો આ સૉફ્ટવેરમાં H.265/HEVC ટેક્નૉલૉજી શામેલ હોય, તો તે અહીં સૂચિબદ્ધ HEVC પેટન્ટના એક અથવા વધુ દાવાઓ દ્વારા આવરી લેવામાં આવે છે: PATENTLIST.ACCESSADVANCE.COM. તમે સૉફ્ટવેર કેવી રીતે મેળવ્યું તેના આધારે, આ ઉત્પાદન HEVC એડવાન્સ પેટન્ટ પોર્ટફોલિયો હેઠળ લાઇસન્સ પ્રાપ્ત થઈ શકે છે.
જો આ સોફ્ટવેર Microsoft ઉપકરણ પર ઇન્સ્ટોલ કરેલું હોય, તો વધારાની લાઇસન્સિંગ માહિતી અહીં મળી શકે છે: aka.ms/HEVCVirtualPatentMarking.
પ્રમાણભૂત એપ્લિકેશન લાયસન્સ શરતો
MICROSOFT સ્ટોર, વિંડોઝ પર MICROSOFT સ્ટોર, અને XBOX પર MICROSOFT સ્ટોર
આ લાયસન્સ શરતો એ તમારા અને એપ્લિકેશન પ્રકાશક વચ્ચેનો એક કરાર છે. કૃપયા તેઓને વાંચો. તે તમે Microsoft Store, Xbox પર Microsoft Store અને Windows પર Microsoft Store (જેમાંનો દરેક લાઇસન્સની આ શરતોમાં "સ્ટોર" તરીકે સંદર્ભિત છે) પરથી ડાઉનલોડ કરો તે સૉફ્ટવેર એપ્લિકેશનોને લાગુ થાય છે, જેમાં એપ્લિકેશન માટેના બધા અપડેટ અથવા સપ્લિમેન્ટનો સમાવેશ થાય છે, સિવાય કે એપ્લિકેશન અલગ શરતો સાથે આવી હોય, જે કિસ્સામાં એ શરતો લાગુ થાય છે.
એપ્લિકેશનને ડાઉનલોડ કરવા અથવા તેનો ઉપયોગ કરવા દ્વારા, અથવા આમાંનું કંઈપણ કરવા દ્વારા, તમે આ શરતોને સ્વીકારો છો. જો તમે તેઓને સ્વીકારતાં નથી તો, તમે એપ્લિકેશન પરનો અધિકાર ધરાવતાં નથી અને તમારે તેને ડાઉનલોડ અથવા તેનો ઉપયોગ કરવો જોઈએ નહી.
એપ્લિકેશનના પ્રકાશકનો અર્થ છે સ્ટોરમાં જણાવ્યા મુજબ, તમને એપ્લિકેશનનું લાઇસન્સ આપનાર અસ્તિત્વ.
જો તમે આ લાયસન્સ શરતોનું પાલન કરો છો તો, તમે નીચેના અધિકારો ધરાવો છો.
આ મર્યાદા લાગુ થાય છે:
જો નિમ્નલિખિત હોય તો પણ તે લાગુ થાય છે:
નિમ્નલિખિત ઉત્પાદનો, એપ્સ અને સેવાઓ Microsoft સેવા કરાર દ્વારા આવૃત છે, પરંતુ તમારા માર્કેટમાં ઉપલબ્ધ ન હોઈ શકે.